લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / પશુઆહારના ભાવ આસમાને પહોંચ્યા,રૂ. 200 થી 300નો વધારો નોધાયો

પશુઆહારોમાં ભાવવધારો થતાં પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે.ત્યારે છેલ્લા 15 દિવસમાં 200 થી 300 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે.આમ 15 દિવસ પહેલા રૂ.1400 હતા જે વર્તમાન સમયમાં રૂ.1600 થી 1800 થઈ જતાં પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.ત્યારે બીજીબાજુ દૂધના ભાવમાં વધારો થતો નથી અને પશુઆહારોમાં ભાવવધારો થઈ રહ્યો છે.ત્યારે મકાઈ (ભુસુ)માં પણ રૂ.200-300નો વધારો થયો હોવાથી પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે.