લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / એપ્રિલમાં નવી ફિલ્મોની રિલીઝ ટળતા ફિલ્મ ઉદ્યોગને નુકશાન થયું

કોરોનાની પ્રથમ લહેર અને તેના પગલે આવેલા લોકડાઉનના 9 મહિનાના ઈન્ટરવલ બાદ સિનેમા હોલ ખુલ્યા હતા.જેમાં 1 જાન્યુઆરીએ સાઉથમાં ‘માસ્ટર’ તેમજ માર્ચ મહિનામાં ‘રૂહી’ ફિલ્મે બોકસઓફીસ પર રોનક લાવી હતી.આ સાથે અક્ષયકુમારની ‘સુર્યવંશી’ કંગનાની ‘થલાઈવી’ ફીલ્મોની રિલીઝની તારીખ પણ જાહેર થઈ હતી.પરંતુ કોરોનાની બીજી લહેરથી બધુ થંભી થઈ ગયુ હતું.આ સિવાય હોલીવુડની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફયુરીયશ-9’, ‘બંટી ઔર બબલી’ સહિતની ફિલ્મોની રિલીઝ ટળવાથી સિનેમાઘર માલિકો,વિતરકો અને નિર્માતાઓને 500 કરોડ રૂપિયાનુ નુકશાન થયાનું અનુમાન લગાવવામા આવે છે.