લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બાફ્ટા એવોર્ડસમાં રિશી કપૂર અને ઇરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

બોલીવૂડના બે પીઢ અભિનેતાઓ રિશી કપૂર અને ઇરફાન ખાનનુ ગયા વર્ષના એપ્રિલ માસમા નિધન થયું હતું.ત્યારે દુનિયાની પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવોર્ડમાં પણ તેમને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરવામાં આવ્યા હતા.આમ આ વર્ષનો ૭૪મો બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડસ આયોજિત કરવામાં આવ્યો હતો.જે ૯ અને ૧૦ તારીખના રોજ યોજાયો હતો.જેમાં ગયા વર્ષે અવસાન પામેલા કલાકારો,લેખકો, દિગ્દર્શકો અને ટેકનિશિયનો સહિત દુનિયાના ૪૦થી વધુ કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.આમ આ કાર્યક્રમની શરૂઆત એડિનબર્ગના ડયૂક પ્રિંસ ફિલિપને શ્રદ્ધાંજલિ આપીને કરવામાં આવી હતી.જેમાં રિશી કપૂર અને ઇરફાન ખાનના પણ નામ હતા.આમ ઇરફાન ખાને બોલીવૂડની સાથે-સાથે હોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.આમ બાફ્ટા એવોર્ડસમાં ઇરફાનની ફિલ્મ લાઇફ ઓફ પાઇનો એક ડાયલોગ બોલીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.