લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બહુચરાજી પંથકમાં અસહ્ય ઉનાળામાં વારંવાર વીજળી ગૂલ થતાં લોકો હેરાન થયા

બહુચરાજી પંથકમાં છેલ્લા એક સપ્તાહથી ધોમધમતા ઉનાળામાં દિવસે અને રાત્રે ગમે તે સમયે વીજળી ડૂલ થઇ જાય છે.જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકોને હેરાન થવું પડી રહ્યું છે.જેમાં કોઈપણ જાતની સૂચના વિના વીજપ્રવાહ કલાકો સુધી બંધ કરી દેવામાં આવતાં તેમજ ચાલુ હોય ત્યારે વારંવાર ટ્રીપો મારતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.