લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બહુચરાજીમાં કોરોના સંક્રમણ વધતા બપોર બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો

મહેસાણા જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે.ત્યારે જિલ્લાના અનેક ગામડાઓ અને શહેરોએ બપોર બાદ તેમજ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિણર્ય લીધો છે.ત્યારે જિલ્લામાં આવેલા યાત્રાધામ બેચરાજીમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થતાંની સાથે બહુચરાજી ગ્રામપંચાયત દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં આવતીકાલથી આગામી 30 એપ્રિલ સુધી આંશિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમા 17 એપ્રિલથી બેચરાજીના તમામ બજારો બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે અને મેડિકલ સેવા,દૂધપાર્લર જેવી જરૂરિયાત ચીજવસ્તુઓની દુકાનોને છુટ આપવામાં આવી છે,જ્યારે હોટલ સંચાલકો બપોર બાદ પાર્સલ સેવા ચાલુ રાખી શકશે.આમ કોરોનાની ગાઈડલાઈન તેમજ નિર્ણયનો ઉલ્લંઘન કરનાર સામે ગ્રામપંચાયત દ્વારા દંડનીય તેમજ જરૂરિયાતપણે શુલ્કદંડની પણ કાર્યવાહી કરવામાં આવશે.