લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બાલાસિનોરમાં 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાતા સ્થાનિકોને રાહત મળી

બાલાસિનોર નગરપાલીકા દ્ધારા કે.જી.બી.વી ગર્લ્સ હોસ્ટેલ ખાતે 50 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું.જેનું ઉદ્ધાટન બાલસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક દ્ધારા કરવામાં આવ્યું હતું.આમ ભૂપેન્દ્રભાઈ ચૌહાણ(પ્રમુખ,નગરપાલિકા,બાલાસિનોર),ભદ્રેશભાઈ પટેલ(ચીફ ઓફિસર),નગરપાલીકા કર્મચારીઓ,અર્બન હેલ્થ સેન્ટરના ડો.દેવેન્દ્રભાઈ શાહ આશાવર્કર બહેનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આમ આ કોવિડ સેન્ટરમાં ડોકટરો,નર્સ,દવાઓની સુવિધા,જમવાની સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ છે.