લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બેચરાજીમાં ચૈત્રી પૂનમને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો,આવતીકાલે મંદિર તેમજ ગામ બંધ રહેશે

મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજીમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં આવતીકાલે બેચરાજી મંદિર સહિત ગામના બજારો સદંતર બંધ રહેશે.આમ ચૈત્રી પૂનમને લઇને ભીડ એકઠી ન થાય તે માટે બહુચરાજી ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.આમ મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે અનેક આસ્થાના કેન્દ્રો વર્તમાન સમયમાં દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.આમ આ સિવાય બહારથી આવતા પદયાત્રી,સંઘ કે કોઈપણ જાતના રથ સાથે બેચરાજીમાં ન પ્રવેશવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.