લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાજપ કોર્પોરેટરોનાં બજેટમાંથી વેન્ટિલેટર સહિત જીવનરક્ષક સાધનો ખરીદવામાં આવશે

અમદાવાદ શહેરમાં કોરોનાની બીજી લહેરથી લાખો નાગરિકોને હોસ્પિટલમાં દાખલ થવામાં,ઓક્સિજન-વેન્ટિલેટર તથા ઇન્જેકશન મેળવવામાં હાલાકી ભોગવવી પડી અને અનેક નાગરિકોનાં મોત નીપજ્યાં છે.ત્યારે આ પ્રકારની ગંભીરતાને લઇ ભાજપે મ્યુનિ.હોસ્પિટલોમા 50થી વધુ વેન્ટિલેટર સહિતનાં જીવનરક્ષક સાધનો વસાવવા માટે રૂ.8.11 કરોડ કોર્પોરેટર બજેટમાંથી ફાળવવાની જાહેરાત કરી છે.આમ આ નિર્ણય બાદ મ્યુનિ.હોદ્દેદારોએ તમામ કોર્પોરેટરો પાસેથી પાંચ પાંચ લાખની ફાળવણીનાં પત્રો મંગાવી લીધા હતા અને મ્યુનિ.કમિશનરને સુપ્રત કરવામાં આવ્યા હતા.આમ આ બજેટ ફાળવણી વેન્ટિલેટર તેમજ અન્ય જીવનરક્ષક સાધન માટે જ વાપરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.આમ આગામી દિવસોમાં અર્બન હેલ્થ સેન્ટરથી માંડીને મ્યુનિ.હોસ્પિટલોમાં વધુમાં વધુ નાગરિકોને કોરોના સારવાર આપી શકાય તે માટે વધુ વોર્ડ-બેડ,વેન્ટિલેટર,ઓક્સિજન બેડ વધારવામાં આવશે.