લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાજપના નવા નિયમ બાદ જિલ્લા-તાલુકા અને પાલિકામાં દાવેદારોની બેઠકો શરૂ થઈ,જો ટિકિટ ન મળે તો અલગ સમિતિ રચવાની તૈયારી

ગુજરાત ભાજપના પ્રમુખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કઠોર માપદંડ અપનાવતા ભાજપના ટિકિટવાંછુઓ પણ આર યા પાર કરવા માટે લાગી ગયા છે.ત્યારે હવે મહાનગરપાલિકા બાદ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના દાવેદારોને જો ભાજપ ટિકિટ ન આપે તો આમ આદમી પાર્ટી કે અપક્ષ નહીં તો નગરપાલિકામાં અલગ નાગરિક સમિતિ બનાવીને ચૂંટણી લડવાના મૂડમાં છે.

આમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અચાનક જ દાવેદારો અને ઉમેદવારો માટે જે માપદંડ જાહેર કર્યા છે.એનાથી ફક્ત મહાનગરો જ નહિ પરંતુ જિલ્લા,તાલુકા અને નગરપાલિકામાં ગંભીર પડઘા પડયા છે.આમ જે લોકો ટિકિટના અપેક્ષિત હતા તેવા લોકોને જો ભાજપ ટિકિટ ના આપે તો તેઓ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.તો બીજીતરફ જે દાવેદારોને ટિકિટ ના મળે તો પક્ષાંતર કરવાના બદલે પક્ષમાં જ રહીને નિષ્ક્રિય રહેવા અથવા તો ઉમેદવારને નુકસાન કરી શકે એવી શક્યતા છે.આમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.ત્યારે ભાજપના નિરીક્ષકોએ અલગ-અલગ જિલ્લા અને શહેરોમાં જઈને દાવેદારોની સેન્સ પણ પૂર્ણ કરીને રિપોર્ટ પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડને આપી દીધો હતો એ પછી એકાએક પાર્લામેન્ટરી બોર્ડે અંતિમ ઘડીએ ઉમેદવાર પસંદગીના કઠોર માપદંડ જાહેર કરતાં દાવેદારોની સાથે પક્ષના કેટલાક નેતાઓ પણ નારાજ થઈ ગયા છે.

આમ સ્થાનિક સ્વરાજ્યમાં જિલ્લા,તાલુકા અને નગરપાલિકાઓમાં પક્ષની ભેદરેખા અત્યંત પાતળી હોય છે.ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં આ પ્રકારના અનેક પક્ષાંતરો થયા છે.ત્યારે ગ્રામીણક્ષેત્રનું રાજકારણ એ મહાનગરો કરતાં અલગ હોય છે અને ત્યાં વ્યક્તિગત સંબંધો અને વ્યક્તિગત વર્ચસ્વ વધુ ભૂમિકા ભજવતાં હોય છે.