લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આરટીપીસીઆર ટેસ્ટની લેબોરેટરી શરૂ કરાઇ

રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટીંગ,ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે.ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેકટર અને વહીવટીતંત્ર દ્વારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કોલેજ ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનીમલ હસબન્ડરી વિભાગમાં કોવિડ-19 આર.ટી.પી.સી.આર લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.જ્યાં આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ ઝડપથી મળશે.આમ બનાસકાંઠા કલેકટર દ્વારા લેબને શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો વસતી અને વિસ્તારથી મોટો છે.અત્યારે જિલ્લામાં બનાસ મેડીકલ કોલેજ મોરીયા ખાતે કોરોના આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબોરેટરી છે.જ્યાં બે ટેસ્ટીંગ મશીનો ઉપલબ્ધ છે.ત્યારે ત્યાં લોડ વધુ રહેતો હોવાથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલીક અસરથી કોરોના ટેસ્ટીંગ માટેની લેબ શરૂ કરવામાં આવતા આરટીપીસીઆર ટેસ્ટનું પરિણામ ઝડપથી મળશે તેવું જણાવ્યું હતું.