લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અક્ષયકુમાર હોસ્પિટલમાં ભરતી થયા,એક દિવસ પહેલા થયો કોરોના

બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી હતી.તે સાથે તેમણે હોમ ક્વોરેન્ટાઈન થયાની પણ માહિતી આપી હતી.ત્યારબાદ અભિનેતા અક્ષયકુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જેમાં તેમણે લખ્યું હતું કે તમારી પ્રાર્થનાઓ માટે આભાર લાગે છે એ કામ કરી રહી છે.હું સાજો છું પરંતુ સાવચેતીના પગલા રૂપે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આશા રાખું છું કે,જલ્દી ઘરે આવીશ,તમારૂં ધ્યાન રાખજો.

આ સિવાય તેમની અપકમિંગ ફિલ્મ રામસેતુના 45 જેટલા જુનિયર આર્ટિસ્ટ્સ પણ કોવિડ-19 પોઝિટિવ નોંધાયા છે.ત્યારે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈજના જનરલ સેક્રેટરી અશોક દુબેએ જણાવ્યુ હતું કે, રામસેતુની સંપૂર્ણ ટીમ પૂરતી સાવધાની રાખી રહી છે.આ બદનસીબ છે કે જુનિયર આર્ટિસ્ટ્સ એસોશિએશનના 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.જે તમામ ક્વોરેન્ટાઈનમાં છે.

આમ રામસેતુનું શૂટિંગ આગામી 13-14 દિવસ બાદ શરૂ કરવામાં આવશે.અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા પહેલા મડ આઈલેન્ડ ખાતે રામસેતુનું શૂટિંગ કરી રહ્યા હતા.