બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના મલ્ટી ટેલેન્ટેડ એકટર છે.તેઓ પોતાની કારકિદીની શરૂઆતથી જ પોતાના પાત્રોમાં નવા નવા પ્રયોગ કરતો આવ્યો છે.જેમાં તેમની પાસે હાલ ઘણા પ્રોજેક્ટસ છે ત્યારે એકનો વધારો કરતાં તેણે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી છે.
આયુષ્માને પોતાની આર્ટિકલ ૧૫ની ટીમ અનુભવ સાથે આગામી ફિલ્મ અનેક માટે હાથ મેળવ્યા છે. કહેવાય છે કે,અનુભવ સિન્હાનો આગામી પ્રોજેક્ટ રાજકારણીય વિષય અને એકશન થ્રિલર હશે એવી ચર્ચા હતી.પરંતુ આ એજ ફિલ્મ છે કે નહીં તેની સ્પષ્ટતા કરવામા આવી નથી.આમ ફિલ્મનું શૂટિંગ હાલમાં જ શરૂ કરવામા આવ્યું છે.તેમજ મેકર્સે દેશના ઉત્તર પૂર્વ એરિયામાં એક વ્યાપક શૂટિંગ શેડયુલની યોજના બનાવી છે.આમ દિગ્દર્શક અને અભિનેતા બીજી વખત સાથે કામ કરી રહ્યા છે.આમ ફિલ્મ અનેક અનુભવ સિન્હાની અત્યારસુધીની સૌથી વધુ મોંઘી ફિલ્મ હશે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved