લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ કોરોનાથી સંક્રમિત થયા

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરનારા બોલીવૂડ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ કોરોનાથી સંક્રમિત થયા છે.જેઓ વર્તમાન સમયમા આઈસોલેશનમાં છે.આમ મિથુન ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા.ત્યારપછી તેમણે ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.આમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં 59 લોકોના મોત થયા છે,જ્યારે સંક્રમણનો આંકડો 16,000 થયો છે.જેમાં મિથુન પહેલા ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો પણ કોરોના પોઝિટિવ થયા છે.ત્યારે ચૂંટણીપંચે આગામી 2 મેના રોજ જાહેર થનારા પરિણામો બાદ વિજય રેલીઓ કાઢવા પર પ્રતિબંધ મુકી દીધો છે.