લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેતા કિશોર નાંદલસ્કરનું કોરોનાથી નિધન થયું

બોલીવુડ અભિનેતા કિશોર નાંદલસ્કરનું 20 એપ્રિલના રોજ બપોરના સમયે નિધન થયું હતું.જેઓ છેલ્લા બે અઠવાડિયાથી થાણાના કોવિડ સેન્ટરમાં દાખલ થયા હતા.આમ તેમણે ફિલ્મ વાસ્તવ,સિમ્બા, જિસ દેશ મેં ગંગા રહતા હૈ,ખાકી,સિંઘમ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. જેઓ 81 વર્ષના હતા.આમ તેમના પૌત્રે વધુમાં જણાવ્યુ હતું કે કોવિડ સેન્ટરમાં દાખલ કરતી વખતે તેમને શ્વાસ લેવામાં તેમજ વાત કરવામાં પણ મુશ્કેલી થતી હતી.તેમજ તેમનું ઓક્સિજન લેવલ પણ ઘણું નીચે ઊતરી ગયું હતું.

આમ કિશોર નાંદલસ્કરે હિંદી ફિલ્મોની સાથે મરાઠી ફિલ્મો અને સિરીયલોમાં પણ કામ કર્યું છે.આમ તેઓએ ઇ.સ.1989માં મરાઠી ફિલ્મ ઇના મીના ડીકાથી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.