લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતાએ કોરોના સામેની જંગ જીતી

કોરોના વાઇરસની બીજી લહેર દેશમાં ઘાતક સાબીત થઇ રહી છે.ત્યારે બોલિવૂડના અનેક સ્ટાર્સ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે.ત્યારે વર્તમાન સમયમા બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણે કોરોનાને માત આપી દીધી છે.આમ દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ,માતા ઉજ્જલા પાદુકોણ તેમજ બહેન અનીશા પાદુકોણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા.ત્યારે તેમના પિતાને બેંગ્લુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જોકે તેઓ સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયા છે.આમ તેમનો સમગ્ર પરિવાર અંદાજે 10 દિવસ પહેલાં કોરોના વાઇરસથી સંક્રમિત થયો હતો.