લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેત્રી વિજયેતા પંડિત કમબેક કરી રહી છે

ફિલ્મ લવ સ્ટોરીથી બોલીવૂડમાં પોતાની ઓળખ બનાવનાર વિજયેતા પંડિત ૮૦ના દાયકામાં લોકપ્રિય હતી.તેણે બોલીવૂડની ૧૫ જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું.આ ફિલ્મ પછી વિજયતાને ફિલ્મોની ઘણી ઓફર્સો મળી હતી.પરંતુ એ સમયે તેણે ખાસ ફિલ્મો સાઇન કરી નહીં. અને 4 વર્ષ પછી કમબેક કર્યું ત્યારે તે ઘણી મોડી પડી ગઇ હતી.તેથી તેની ફિલ્મની કારકિર્દી ખાસ કહી શકાય તેવી રહી નથી.પરંતુ વર્ષો પછી વિજયતા પંડિત બોલીવૂડમાં ફરી પાછી ફરવાની છે.તેણે મ્યુઝિક કમ્પોઝર આદેશ શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા.

આમ વિજયેતાએ જણાવ્યું હતું કે મારા પતિને કેન્સર જેવી ગંભીર બીમારી થઇ હતી.ત્યારે અમે તેમની સારવાર પાછળ ઘણા પૈસા ખર્ચ્યા હતા.જેમાં અમેરિકા અને કેનેડાના ડોકટરોએ પણ સારવાર કરી હતી.આમ પતિ આદેશ શ્રીવાસ્તવના નિધન પછી ધીરેધીરે મારા પરિવારને સંભાળ્યો હતો.મારો પુત્ર અવિતેશ પણ સંગીતની દુનિયા સાથે જોડાઇ ગયો છે અને તેણે ટાઇગર શ્રોફ માટે બે ગીતો પણ બનાવ્યા છે.જ્યારે મારો બીજો પુત્ર મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે.

આમ વિજયતાનો સમગ્ર પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છે.જાણીતા સંગીતકાર જતીન અને લલિત તેના ભાઇ છે.પોતે એકટિંગની સાથે સિંગિંગ પણ જાણે છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કરવાની સાથે ગીતો ગાયા છે.