લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલિવુડના સિનેમેટોગ્રાફર જોની લાલનું કોવિડ-19થી નિધન થયું

બોલિવુડના પીઢ સિનેમેટોગ્રાફર જોની લાલનું કોરોનાના કારણે નિધન થયું છે.જેઓ છેલ્લા બે અઠવાડિયાથી કોવિડ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે 21 એપ્રિલના રોજ મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા.જેઓએ અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું.આમ તેમના નિધનના સમાચાર સિનેમેટોગ્રાફર એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ આપ્યા હતા.જેમણે જણાવ્યું હતું કે જોની લાલજીનું 21 એપ્રિલના રોજ મુંબઇમાં નિધન થઇ ગયું છે.જેઓ લોકડાઉન પહેલા ચે તોડા પ્રોજેક્ટસનું શૂટિંગ કરી રહ્યા હતા.આમ બે અઠવાડિયા પહેલા તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.