લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેતા પરેશ રાવલ વેક્સિન લીધા બાદ કોરોનાથી સંક્રમિત થયાં

બોલીવુડમાં કોરોનાનો પ્રભાવ સતત વધી રહ્યો છે.ત્યારે આમિર ખાન,આર.માધવન જેવા કલાકારો બાદ હવે બોલીવુડના પરેશ રાવલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.જેમાં 9 માર્ચે જ પરેશ રાવલે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો તેમછતા તેઓ કોરોનાથી સંક્રમિત થતાં તેમણે છેલ્લા 10 દિવસમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લે તેવું જણાવ્યુ હતું.આમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોવિડ-19નો પ્રભાવ વધી રહ્યો છે અને કલાકારો સતત કોરોના વાયરસથી સંક્રમીત થઈ રહ્યા છે.જેમાં રણબીર કપૂર,કાર્તિક આર્યન,મનોજ બાજપેયી પણ તેની લપેટમાં આવી ચુક્યા છે.ત્યારે આ તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોવિડ-19ના કેસ વધી રહ્યા હોવાથી નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી છે.