બજેટમાં 20 વર્ષ જૂનાં ખાનગી અને 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે.જે અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે જૂના કોમર્શિયલ 4.50 લાખ,ખાનગી 14.50 લાખ મળી 19 લાખ વાહન સ્ક્રેપમાં જશે.
આમ 15 અને 20 વર્ષ જૂનાં વાહનોની સ્ક્રેપ પોલિસીથી સામાન્ય જનતા ઉપરાંત વાહનડીલરોને પણ ફાયદો થશે.જૂનાં વાહનો વેચી નવા વાહન ખરીદવા માગતા લોકોને સરકારે 30 ટકા સુધીની રાહત આપવાનું આયોજન કર્યું છે.જેમાં વિકસિત દેશોમાં આ પોલિસી કાર્યરત છે.વાહનોનાં વેચાણમાં પણ વૃદ્ધિ થશે,નવી નોકરીઓ માટે જગ્યા ઊભી થશે.હવે નવી સ્ક્રેપ પોલિસી હેઠળ પ્રતિવર્ષ 15 હજાર રૂપિયા ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ખર્ચ કરવો પડશે.જ્યારે કોમર્શિયલ વાહનોને દર 6 મહિને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા વધુ નાણાં ખર્ચ કરવા પડે તેવી સ્થિતિ સર્જાશે.
આમ આવી સ્થિતિમાં સંબંધિત વાહનમાલિકો 15 અને 20 વર્ષ જૂનાં વાહનો વેચવા મજબૂર થઈ જશે. સ્ક્રેપ પોલિસીથી સરકારને ફાયદો છે.જ્યારે સામાન્ય અને ગરીબ લોકોનો ખર્ચ વધશે.કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર ફેરફાર કરી હાલ રાહત આપે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved