લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કેન્દ્ર સરકાર ગુજરાતના ભાવનગરને દેશનુ કન્ટેનર સેન્ટર બનાવશે

ભારતમાં ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિના ભાગરૂપે સરકારે ગુજરાતના ભાવનગરને કન્ટેનર સેન્ટર તરીકે વિકસાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે.જેમાં માલસામાનની હેરફેરમાં વપરાતા કન્ટેનરના ઉત્પાદનમાં આત્મનિર્ભર થવાનુ પહેલુ લક્ષ્યાંક છે.આ ક્ષેત્રમાં 1000 કરોડ રૂપિયાનુ રોકાણ અને એક લાખ રોજગારી પેદા કરવાનુ લક્ષ્ય પણ સરકારે રાખ્યુ છે.આમ વૈશ્વિક સ્તરે કન્ટેનરોની અછતને જોતા આ નિર્ણય મહત્વનો છે.કન્ટેનરોની અછતના કારણે સપ્લાય પર અસર પડતી હોય છે.તેમજ ભારતનો વ્યવસાય પણ પ્રભાવિત થઈ રહ્યો છે.આમ ભારતને દર વર્ષે 3.5 લાખ કન્ટેનરની જરૂર પડે છે.