લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે આવશે

ભારત સરકારના કેન્દ્રીય પોર્ટસ,શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખભાઈ માંડવીયા તા.3 અને 4 એપ્રિલે ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યા છે.જેમાં મંત્રી ગુજરાત પ્રવાસ દરમિયાન ભાવનગર ખાતે કન્ટેનર બિલ્ડીંગ યાર્ડની મુલાકાત લેશે.આ ઉપરાંત બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામને શીપ રિસાઈકલીંગ ઉદ્યોગને આગામી પાંચ વર્ષમાં બમણી કરવાની જાહેરાત કરેલ છે.જે અંતર્ગત શીપ રિસાયકલીંગ ઈન્ડસ્ટ્રીઝને વેગ આપવા માટે આયોજીત શીપ રિસાયકલીંગ સેમીનારમાં ઉપસ્થિત રહેશે.તેમજ તા.4 એપ્રિલનાં રોજ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણી અંતર્ગત આયોજીત દાંડીયાત્રામાં નવસારી જિલ્લામાં ઉપસ્થિત રહેશે.