લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી માટે ગાઈડલાઈન જાહેર કરી

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીમાં કોરોના ફેલાય નહી તેની તકેદારી માટે રાજ્ય ચૂંટણીપંચે ગાઈડલાઈન જાહેર કરી છે.જે અંતર્ગત મતગણતરી માટે વધારાના ચૂંટણી મદદનીશ અધિકારીઓની નિમણૂંક કરીને અલગ હોલમાં જેતે મતવિસ્તારની મતગણતરીની વ્યવસ્થા કરવાની રહેશે.એ સિવાય મતગણતરી હોલમાં 7 થી વધારે ટેબલ નહી રાખવા,તેમજ બની શકે ત્યાં સુધી મોટા હોલની પસંદગી કરવી,મતગણતરી સ્થળ સંપૂર્ણ સેનેટાઈઝ કરવું,ત્યારે મતગણતરીની પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓએ ફેસ માસ્ક ફરજિયાત પહેરવાના રહેશે.

આમ ગાઈડલાઈન પ્રમાણે મતગણતરીમાં જોડાયેલા કર્મચારીઓને થર્મલ ગનથી ચકાસણી બાદ જ સ્થળ પર પ્રવેશ આપવામાં આવશે.તેમજ ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવાર મતગણતરીના સ્થળથી સભા કે સરઘસ કાઢી શકશે નહી.તેમજ મતગણતરી સ્થળે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.

આમ કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની જવાબદારી નોડલ ઓફિસરની રહેશે. તેમજ મતગણતરી પૂર્ણ થયા બાદ ઇવીએમને સેનિટાઇઝ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવશે.