લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસરનું કોરોનાથી નિધન થયું

ગુજરાતમાં કોરોના સંક્રમણથી સ્થિતિ અતિગંભીર બની છે.ત્યારે કોરોનાકાળમાં ડોક્ટર્સ તેમજ મેડિકલ સ્ટાફ સાથે પોલીસ વિભાગ તથા અન્ય સરકારી કર્મચારીઓ પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યા છે.ત્યારે ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસર હિતેશ પંડ્યાનુ કોરોનાના કારણે અવસાન થયુ છે.આમ સચિવાલય કેમ્પસમાં ત્રણ જ સપ્તાહમાં એસ.ઓ,ડી.વાય.એસ.ઓ સ્તરના પાંચમા અધિકારીનુ અવસાન છે.આ સિવાય સહકાર વિભાગમાં નાયબ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા ચિરાગ સોલંકીનું કોરોનાથી અવસાન થયું હતું,જ્યારે 6 દિવસ પહેલા વડોદરા આર્મ્સ યુનિટમાં તહેનાત ડી.આઇ.જી. એમ.કે. નાયકનું કોરોના સંક્રમિત થયા બાદ નિધન થયું હતું.