લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોના કાળમા ઇફકો ઓક્સિજન પ્લાન્ટ લગાવી રહ્યું છે,હોસ્પિટલોમા ફ્રી સપ્લાય થશે

ખાતરનું ઉત્પાદન અને વેચાણ કરતી સહકારી સમિતિ ઈફ્કોએ કોરોના સંકટ વચ્ચે દેશમાં ઓક્સિજનની તંગી વર્તાઈ રહી છે તેને અનુલક્ષીને ગુજરાતના કલોલ ખાતે આવેલા પોતાના કારખાનામાં 200 ક્યુબિક મીટર પ્રતિ કલાકની ઉત્પાદન ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ લગાવી રહ્યું છે.જે ઓક્સિજન હોસ્પિટલોને ફ્રીમાં પૂરો પાડશે.આમ આ કારખાનામાં તૈયાર થનારા એક ઓક્સિજન સિલિન્ડરમાં 46.7 લિટર ઓક્સિજન હશે. આમ વર્તમાન માંગને અનુલક્ષીને કારખાનુ દરરોજ 700 મોટા ડી ટાઈપના અને 300 મીડિયમ બી ટાઈપના સિલિન્ડરમાં મેડિકલ ગ્રેડનો ઓક્સિજન પૂરો પાડશે.આમ મહામારીમાં દેશની મદદ કરવા ઈફ્કો આ પ્રકારના વધુ 3 પ્લાન્ટ સ્થાપિત કરશે.