લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / કોરોનાગ્રસ્ત અભિનેતા સૂરજ થાપરને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા

બોલીવુડ અભિનેતા સૂરજ થાપરનો કોરોના ટેસ્ટ થોડા દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો.ત્યારબાદ તેમને મુંબઇની ગોરેગાંવની એક હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.જ્યાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો નહતો.ત્યારબાદ હોસ્પિટલના ડોકટરની સલાહ મુજબ સૂરજ થાપરને મોટી હોસ્પિટલમાં સારવાર કરાવવાની સલાહ આપવામાં આવી હતી.જેને અનુસરીને તેમને મુંબઇની બાંદરાની લીલાવતી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યાં પણ તેમના સ્વાસ્થ્યમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.