દેશમાં કોરોના સંક્રમણમાં રાહત મળી રહી છે.ત્યારે હવે પ્રતિબંધાત્મક આદેશો તબકકાવાર ઘટાડવામાં આવી રહ્યા છે.ત્યારે હવે ભારતમાં દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલમાં કોરોના વાઇરસનો જે નવો વેરીએન્ટ દેખાયો છે તેના ભારતમાં કેસ નોંધાયા છે.આમ આ નવા વેરીએન્ટની સામે ખાસ કરીને કેરાલા અને મહારાષ્ટ્રમાં ચિંતા વધી છે.ત્યારે ગુજરાત સરકારે ફરી એકવખત આરોગ્ય વિભાગને એલર્ટ પર મુકી દીધુ છે.જોકે ગુજરાતમાં હજુ આ નવા વેરીએન્ટનાં એકપણ કેસ નોંધાયા નથી પણ રાજય સરકાર કોઈ ઢીલાશ આપવા માંગતી નથી.
આમ રાજયના આરોગ્ય સચીવ જયંતિ રવિએ જણાવ્યુ કહ્યું હતું કે રાજયમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.જેમાં ખાસ કરીને વિદેશથી આવતા મુસાફરોનું સંપૂર્ણ સ્ક્રીનીંગ કરવાનો નિર્ણય લેવાયો છે.તેમજ દેશનાં અન્ય ભાગોમાંથી આવતા વિદેશીઓ ગુજરાતમાં આવે છે તો તેઓ પણ વેરીએન્ટ લઈને ન આવે તે અંગે પણ ચિંતા કરવામાં આવી રહી છે.
આમ અમદાવાદની જી.સી.એસ મેડીકલ કોલેજનાં માઈક્રોબાયોલોજી વિભાગના વડાએ જણાવ્યું હતું કે દરેક વેરીએન્ટની સંક્રમણ ક્ષમતા અને ગતિ અલગ-અલગ હોય છે.ત્યારે આવી સ્થિતિમાં વેકસીનેશનમાં જે ઢીલાશ છે તેમાં નવો અભિગમ અપનાવવો જરૂરી બનશે.તેમજ બીજા રાજયોમાં કેસ વધતાં ગુજરાતે સાવધાની વધારવી જોઈએ.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved