દેશભરમાં કોરોના વેક્સિનેશનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.રાજયમાં 1 માર્ચથી 60થી વધુ વયના સીનિયર સીટીઝનોને વેકસીન આપવામાં આવી રહી છે.ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લેવા પત્ની સુલોચનાબેન પટેલે સાથે પહોંચ્યા હતા. હોસ્પિટલમાં વેક્સિન લેતા પહેલા તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ બાદ સોલા સિવિલ હોસ્પિટલમાં તેમને તથા તેમના પત્નીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો હતો.આમ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ,અર્બન હેલ્થ સેન્ટર વગેરેમાં વેક્સિન આપવામાં આવે છે.આ માટે પહેલા પોર્ટલ પર નોંધણી કરાવવાની હોય છે અને તેઓ વેકસીન લે એટલે સર્ટિફિકેટ આપવામાં આવે છે.આમ રાજયમાં 3.14 લાખ લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે.સોલા સિવિલ હોસ્પિટલમાં 1737 પોલીસ અધિકારી અને કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.ત્યારે 374 વૃદ્ધોએ પણ સોલા સિવિલ હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved