Error: Server configuration issue
ડીસા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તાર અને શહેરીજનોને કોરોનાની મહામારી દરમ્યાન ઓક્સિજનની સુવિધા પુરતાં પ્રમાણમાં મળી રહે તે માટે ડીસા ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ રૂ.50 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.આમ ધારાસભ્યે પોતાના જન્મદિવસ નિમિત્તે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર,જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કૈલાશભાઇ ગેલોત,ડીસા તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઇ દેસાઇ,બાબરસિંહ વાઘેલા, ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.જે.એચ.હરીયાણી,જીલ્લા યુવા ભાજપ મહામંત્રી પ્રકાશજી ઠાકોર,પાલિકા કારોબારી ચેરમેન જીજ્ઞેશભાઇ જોષી સહિત સરપંચો,આગેવાનો તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 200થી વધુ ઓક્સિજનની બોટલો પહોંચતી કરવામાં આવી હતી.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved