લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબાનું નિધન થયું

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતા કમળાબા મનુભાનું 94 વર્ષની વયે નિધન થયું છે.જેમની અંતિમયાત્રા આજે સાંજે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળશે.આમ રાજ્યના કેબીનેટ સીનીયર મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતૃશ્રી કમળાબા મનુભા ચુડાસમાનું આજે બપોરે અવસાન થયું છે.વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને અંદાજપત્રની ચર્ચા દરમ્યાન સમાચાર મળતા તેઓ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા પહોંચી ગયા હતા.ત્યારબાદ ત્યાંથી સીધા તેમના સત્તાવાર નિવાસસ્થાને દોડી ગયા હતાં.જ્યારે બીજીતરફ ગૃહમાં બજેટ પરની ચર્ચા સમયે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની માતૃશ્રીના અવસાનના સમાચાર વિધાનસભા સંકુલમાં વહેતા થતાં મુખ્યમંત્રી વિજયભાઈ સહિત રાજયસરકારનું પ્રધાનમંડળ ઉપરાંત કોંગ્રેસના વિપક્ષી નેતા સહિત તમામ ધારાસભ્યોમાં દુ:ખની લાગણી પ્રસરી હતી.ભુપેન્દ્રસિંહ ચુડાસમાના માતૃશ્રીની અંતિમયાત્રામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી આપે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.