અમદાવાદના સોલામાં વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરીને નગ્ન વીડિયો બનાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં એક ફૂલ અને દો માલીનો ખુલાસો થયો છે.અમદાવાદના સોલા વિસ્તારમાં પ્રેમ ને પામવા બે પ્રેમીઓ વચ્ચે જંગનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક યુવતીએ બે પ્રેમીઓ વચ્ચે સબંધ રાખ્યો અને ભાંડો ફૂટ્યો તો એક પ્રેમી બન્યો ગુનેગાર ઘટના કંઈક એવી છે કે ચાણક્યપુરીમાં રહેતો સિવિલ એન્જીનીયરીંગના વિદ્યાર્થી રિતેશ પટેલનું 24 માર્ચના રોજ ચાર શખસોએ કારમાં અપહરણ કર્યું અને તેને ગુપ્ત ભાગે માર મારીને નગ્ન વીડિયો ઉતારીને છોડી દીધો.વિધાર્થી એ અજાણ્યા યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધી.પોલીસે ફરિયાદ બાદ તપાસ કરતા અપહરણની ઘટનામાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો ખુલાસો થયો છે.રિતેશ પટેલની પ્રેમિકાના બીજા પ્રેમીએ મિત્રો સાથે મળીને યુવકનું અપહરણ કરીને માર માર્યો હોવાનું ખુલ્યું.પોલીસે આ ઘટનામાં યુવતીના પ્રેમી મિત પટેલ અને તેના મિત્ર દિપક પટેલની ધરપકડ કરી છે.
ત્રિકોણીય પ્રેમ કહાનીમાં રિતેશ પટેલનું છેલ્લા 6 વર્ષ થી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.એક ગામના રહેવાસી હોવાથી સ્કૂલ સમયથી પ્રેમ પાંગર્યો હતો.જ્યારે આરોપી મિત પટેલ ડી જે નું કામ કરે છે.6 મહિના પહેલા ડી જે પાર્ટીમાં આ યુવતીના સંપર્કમાં આવ્યો અને બન્ને વચ્ચે પ્રેમ શરૂ થયો.યુવતી બન્ને પ્રેમીઓ સાથે સબંધ રાખ્યો.એક દિવસ આરોપી મિત પટેલ પોતાની પ્રેમિકાના મોબાઈલમાં રિતેશ સાથેની વાતચીતના મેસેજ જોઈ ગયો.પ્રેમિકાએ રિતેશ મારવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરે છે સબંધ રાખવાનું જણાવ્યું.જેથી ઉશ્કેરાયેલા મિત પટેલ પોતાના મિત્રો સૌરીન પટેલ,ચિરાગ યાદવ અને દિપક પટેલ સાથે મળીને રિતેશની રેકી કરીને અપહરણ કરીને પોતાની પ્રેમીકાથી દુર રહેવાની ધમકી આપીને માર માર્યો હતો.
સોલા પોલીસે આ કેસમાં મિત પટેક,દિપક પટેલ,સૌરીન પટેલ અને ચિરાગ યાદવની ધરપકડ કરી છે.આરોપીઓએ ફરિયાદી યુવકનો નગ્ન વીડિયો બનાવીને ડિલેટ કરી દીધો હોવાથી પોલીસે તેમનો મોબાઈલ FSL માં મોકલીને ડેટા મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.આ ઉપરાંત આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved