લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / જાણીતા એક્ટર તારિક શાહનું નિધન થયું,છેલ્લાં ઘણા સમયથી કિડનીની બીમારી હતી

બોલિવૂડના જાણીતા એક્ટર તથા ડિરેક્ટર તારિક શાહનું 3 એપ્રિલના રોજ નિધન થયું હતું.જેમણે મુંબઈની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.આમ તારિક શાહે એક્ટ્રેસ સોમા આનંદ સાથે લગ્ન કર્યા હતા.જેમને એક દીકરી સારા છે.તારિક શાહને ડબલ ન્યૂમોનિયા થઈ ગયો હતો.જેને કારણે તેમની હાલત બગડતી હતી.આમ તેઓ છેલ્લાં 2 વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા જેમનું ડાયાલિસીસ પણ ચાલતું હતું.આમ તારિક શાહે ઇ.સ 1990માં ફિલ્મ ‘બહાર આને તક’ ડિરેક્ટ કરી હતી.જે ફિલ્મને ગુલશન કુમારે પ્રોડ્યૂસ કરી હતી.આ ફિલ્મને ડિરેક્ટ પણ કરી હતી અને ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી.આ ફિલ્મમાં રૂપા ગાંગુલી,સુમિત સહગલ,મુનમુન સેન જેવા કલાકારો હતા.ત્યારબાદ ઇ.સ 1984માં દિલીપકુમારે ‘સત્યા’ ફિલ્મમાં તારિક શાહને લીધા હતા.આ સિવાય તારિકે ‘જન્મ કુંડળી’ સહિત ફિલ્મ તથા ટીવી સિરિયલ ડિરેક્ટ કરી હતી. ‘કડવા સચ’ સિરિયલમાં તારિકે સમાજની બુરાઈઓની વાત કરી હતી.