લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર બસ સ્ટેન્ડમાં ખાનગી વાહનો ગમે ત્યાં પાર્ક કરવા પર રૂ.200નો દંડ કરાશે

ગાંધીનગર એસ.ટી ડેપોમાં બસના ડ્રાઇવરોને હાલાકી પડતી હોવાથી ખાનગી વાહનોને ફરજિયાત પાર્કિંગમાં પાર્ક કરવાનો આદેશ કર્યો છે.જેમા પાર્કિંગ સિવાયની જગ્યાએ વાહન પાર્ક કરવા બદલ રૂ.200નો દંડ લેવાનો આદેશ એસ.ટી ડેપોના સંચાલકોએ આદેશ કર્યો છે.આમ રાજ્યના પાટનગર ગાંધીનગરના એસ.ટી ડેપોમાં વાહન પાર્કિંગ માટે સુવિધા ઉભી કરવામાં આવી છે.આ ઉપરાંત અપડાઉન કરતા મુસાફરોના વાહનો મુકવા માટે પે એન્ડ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે.આ સિવાય પાસ કઢાવવા કે ટિકીટના બુકિંગ માટે આવતી વ્યક્તિઓના પોતાના વાહનોને પે એન્ડ પાર્કિંગમાં મુકવા દેવામાં આવે છે.જેના માટે કોઇ ચાર્જ પણ લેવામાં આવતો નથી.