લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર સર્કિટ હાઉસના 17 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમા વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ગાંધીનગરની આઇ.આઇ.ટી બાદ ગાંધીનગર સર્કિટ હાઉસમાં પણ કોરોનાએ પગપેસારો કરી દીધો છે.જેમાં સર્કિટ હાઉસના મેનેજર સહિત 17 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આમ ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે.ત્યારે જિલ્લામાં એક દિવસમાં 3 દર્દીઓ મોતને ભેટ્યા છે.