લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં નવી આઇ.ટી.આઇ શરૂ કરાશે,વિવિધ કોર્સ ભણાવાશે

ગિફ્ટ સીટી ભારતનું પ્રથમ ઈ‍ન્ટરનેશનલ ફાયના‍ન્શીયલ સર્વિસિસ સે‍ન્ટર બનવા જઈ રહ્યું છે.ત્યારે ગિફ્ટ સીટી ખાતે એરોસ્પેસ એવીએશન, બે‍ન્કીંગ ફાયના‍ન્સ,સર્વિસ-ઈ‍ન્શ્યોર‍ન્સ,ઈલેક્ટ્રોનિક્સ,ઓફિસ એડમીનીસ્ટ્રેશન,ફેસીલીટી મેનેજમે‍‍ન્ટ,હેલ્થકેર તેમજ આઈ.ટી. સહિતના વિવિધ સેક્ટરના સી.ટી.એસ અંતર્ગત લાંબાગાળાના નોન એ‍ન્જીનીયરીંગ વ્યવસાયો તથા ટુંકાગાળાના સર્વિસ સેક્ટરના વ્યવસાયો શરૂ કરવાના આયોજન સાથે નવી આઈ.ટી.આઈ. શરૂ કરવા માટે રૂા.100 લાખની બજેટ જોગવાઈ નાણાકીય વર્ષ-2021-22મા કરવામાં આવી છે.

આમ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ 17 લાખ 5 હજાર ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.જે પૈકી 5394 રોજગાર ભરતીમેળાના આયોજન થકી 10,45,924 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.આમ ગુજરાતના નવયુવાનો વધુ પ્રમાણમાં લશ્કરમાં ભરતી થાય તે માટે 30 દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે તેમજ 100 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

આમ રોજગાર કચેરીઓ અંતર્ગત વર્ષ 2017 માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે.રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી મેળવનાર ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતીમેળાઓનુ આયોજન કરવામાં આવે છે.