લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર મનપાની ચૂંટણીજંગમાં 44 માંથી 23 ઉમેદવારો જાહેર કરતી આમ આદમી પાર્ટી

ગાંધીનગરના રાજકારણના ઇતિહાસમાં અત્યારસુધી ભાજપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી જંગમા જોવા મળતા હતા.ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન કરનાર આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવીને 11 વોર્ડનાં 44 ઉમેદવારો પૈકી 9 વોર્ડ ઉપર પોતાના 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી ચૂંટણીની તૈયારી કરી દીધી છે.

આમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જંગમાં ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત કરવામાં આવી છે.જેમાં આગામી 1લી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો કલેકટર કચેરી ખાતે ભરવામાં આવશે.ત્યારે કોરોના સંક્રમણને પગલે ફોર્મ ભરતા સમયે ઉમેદવાર સાથે ત્રણ વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.