લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગરમાં વિધાનસભાના ચાલુ સત્રમાં મહેસૂલ મંત્રીની તબિયત બગડી

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયાં છે.ત્યારે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત બગડતાં તેમને તાત્કાલિક નિવાસસ્થાન ખાતે ગયાં હતા.આમ અત્યારસુધીમા 1 મંત્રી સહિત કુલ 180 માંથી 12 ધારાસભ્યો 30 દિવસમા જ પોઝિટિવ આવ્યા છે.

આમ બે વર્ષ પહેલા મહેસૂલ મંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.તાજેતરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતાં તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે.અગાઉ 6 ધારાસભ્ય કોરોનાગ્રસ્ત થયા હતાં,જેમાં વિજય પટેલ,ભીખા બારૈયા,પુંજા વંશ,ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકીનો સમાવેશ થાય છે.વર્તમાન સમયમાં ચાલી રહેલા બજેટસત્રમાં ઈશ્વર પટેલ અને બાબુ જમના પટેલ સંક્રમિત થયા બાદ કોરોના નેગેટિવ આવી ચૂક્યા છે. જ્યારે શૈલેશ મહેતા અને મોહન ડોડિયા સારવાર હેઠળ છે.

કોરોના વાયરસની ઝપેટમાં અત્યારસુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે.રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા.જોકે તેઓ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના પી.એ શૈલેશ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.