લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાંધણ ગેસના ભાવમાં સતત ચોથીવાર ભાવવધારો,એક જ મહિનામાં રૂ.125 મોંઘો થયો

એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફરી એકવખત વધારો ઝીંકાયો છે.આમ આ વખતે ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.૨૫નો વધારો થયો છે. આમ ફેબ્રુઆરી મહિનાથી આજ દિવસ સુધીની જો વાત કરવામાં આવે તો તેમાં આ ચોથી વખત સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે.આમ માર્ચ મહિનાના પહેલા દિવસે જ ભાવવધારો કરાયો છે.આમ કુલ મળીને ચાર વખતમાં રૂપિયા ૧૨૫નો ભાવવધારો કરવામાં આવ્યો છે.ત્યારે હવે ગેસ સિલિન્ડરની કિંમત રૂ.૮૧૯ થઇ ચૂકી છે.

આમ ભાવવધારા બાદ દિલ્હીમાં ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમત રૂ.૮૧૯ થઇ ગઇ છે.ડિસેમ્બર મહિનાથી અત્યારસુધીની જો વાત કરવામાં આવે તો કુલ રૂ.૧૫૦નો ભાવવધારો કરવામાં આવ્યો છે.આમ પેટ્રોલ-ડીઝલની સાથે રાંધણગેસના ભાવમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

આ અગાઉ 4 ફેબ્રુઆરીએ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂપિયા ૨૫,૧૫ ફેબ્રુઆરીએ રૂ.૫૦,૨૫ ફેબ્રુઆરીએ રૂ.૨૫નો ભાવવધારો કરાયો હતો.જે બાદ આજે 1 માર્ચે ફરી એકવખત રૂ.૨૫નો ભાવવધારો કરાયો છે.આમ ચાર વખતના ભાવવધારા સાથે રૂ.૧૨૫ સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.