ગોંડલ તાલુકાનું ઉમવાડા ગામ મારુ ગામ,કોરોનામુક્ત ગામ અભિયાનમાં અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે.જ્યા કોરોનાની બીજી લહેરમાં ગામમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી,જ્યારે અન્ય ગામોમાં કોરોનાનુ સંક્રમણ વધ્યું છે.વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે.ત્યારે ગોંડલનું નાના ઉમવાડા ગામ પહેલેથી જ કોરોના મુક્ત ગામ છે. આમ અમેરિકા પણ 13 મહિના બાદ કોરોનામુક્ત જાહેર થયું છે.આમ 500 લોકોની વસ્તી ધરાવતું આ ગામ પહેલેથી તમામ ગાઇડલાઇનનું પાલન કરી કોરોનાને ગામમાં એન્ટ્રી આપવા દીધી નથી.આમ નાના ઉમવાડા ગામે સર્વસંમતિથી સમયસર લોકડાઉન કરવામાં આવ્યું હતુ.જેમા ગ્રામજનોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનું ચુસ્તપણે પાલન કર્યું હતું.આમ મેડિકલ ઓફિસર,તલાટી મંત્રી સહિતના લોકોએ ગામને કોરોનામુક્ત કરવામાં ભારે જહેમત ઉઠાવી હતી
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved