લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સરકારની આદર્શ સ્કૂલો ખાનગી શાળાઓને ટક્કર આપશે- 30 વિદ્યાર્થીઓ સામે એક શિક્ષક હાજર રહેશે

અત્યારે દેશના ગામડાઓ હોય કે શહેરો શિક્ષણનું સ્તર ઘણી ચિંતા જન્માવી રહ્યું છે.ત્યારે હવે સરકાર સુધાર લાવવાની કવાયતમાં લાગી છે.આગામી વર્ષ 2024 સુધી દેશના દરેક શહેરો તથા ગામડાઓમાં આદર્શ સ્કૂલો તૈયાર થઈ જશે જે ખાનગી સ્કૂલોને પણ ટક્કર આપી શકશે અને વિદ્યાર્થીઓ આ આદર્શ સ્કૂલોમાં પોતાના સ્વપ્નને સરળતાથી સેવી શકશે.આમ દેશભરમાં 15 હજારથી વધુ આદર્શ સ્કૂલો બનાવવાની જાહેરાત બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે તેના પર ઝડપથી કામ શરૂ કરી દીધું છે.આમ મંત્રાલય તેને લઈ ટૂંક સમયમાં નવી યોજના લાવવાની તૈયારીમાં છે જેના હેઠળ સ્કૂલોને વિકસિત કરવામાં આવશે.આ તમામ સ્કૂલ સરકારી જ હશે જેની પસંદગી રાજ્યોની સાથે મળીને કરવામાં આવશે.અત્યારે આદર્શ સ્કૂલો સાથે જોડાયેલી યોજના પર અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.આમ આદર્શ સ્કૂલોની યોજના હેઠળ દેશભરમાં કુલ 15,552 સરકારી સ્કૂલોને આદર્શ રૂપમાં તૈયાર કરવામાં આવશે.જેમાં પ્રત્યેક તાલુકામાં એક પ્રિ-પ્રાઈમરી અને એક પ્રાઈમરી સ્કૂલ સામેલ હશે જ્યારે પ્રત્યેક જિલ્લામાં એક માધ્યમિક અને એક ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય સામેલ હશે.આ સ્કૂલોમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લાગુ કરવાની એક વિસ્તૃત યોજના બનાવવામાં આવી છે.જે નીતિની ભલામણ હેઠળ આદર્શ સ્કૂલોમાં ગણિત,વિજ્ઞાન વગેરે વિષયોનું ભણતર સ્થાનિક ભાષાઓમાં કરાવવામાં આવશે.જોકે રાજ્યો ઉપર તેના અમલની જવાબદારી રહેશે.

આદર્શ સ્કૂલોનું જે માળખું તૈયાર કરાયું છે જેમાં સંપૂર્ણ પ્રકારની સુવિધાઓ હશે.આમ ભણતર માટે સ્માર્ટ ક્લાસરૂમ,પુસ્તકાલય,કોમ્પ્યુટર લેબ, કૌશલ લેબ,રમતનું મેદાન વગેરે સુવિધાઓ ઉપલબ્ધ બનશે.પ્રત્યેક સ્કૂલમાં વિજ્ઞાન,કળા,સંગીત,ભાષા,રમત અને વ્યાવસાયિક શિક્ષણ વગેરેનું શિક્ષણ આપવામાં આવશે.પ્રી-પ્રાઈમરીના બાળકોને રમત આધારિત શિક્ષણ આપવામાં આવશે.અત્યારે દેશમાં તેમને ભણાવવા માટે તાલીમબદ્ધ શિક્ષક નથી એટલા માટે બહારના નિષ્ણાતોની સેવા લેવામાં આવશે.સમગ્ર શિક્ષણ સહિત સરકારી સ્કૂલો સાથે જોડાયેલી તમામ યોજનાઓ આદર્શ સ્કૂલમાં લાગુ થશે.