લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ઓફિસમાં 15 મિનિટથી વધુ કરેલુ કામ પણ ઓવરટાઇમ ગણાશે,કંપનીઓએ કર્મચારીઓને મહેનતાનું ચુકવવું પડશે

આગામી નાણાકિય વર્ષથી પ્રસ્તાવિત નવા શ્રમ કાયદા અંગે સરકારે કામકાજ તેજ કરી દેતા નવા નિયમો હેઠળ ઓવરટાઇમની વર્તમાન સમયમર્યાદામાં બદલાવ કરી શકે છે ત્યારે નવા નિયમો હેઠળ 15 મિનિટથી વધુ સમય સુધી કામ થયું હોય તો તેને ઓવરટાઇમની કેટેગરીમાં રાખવામાં આવશે અને કંપનીએ તેવા કર્મચારીઓને તેની અવેજીમાં મહેનતાનું ચુકવવું પડશે.

આ પહેલા સમયમર્યાદા અડધો કલાકની હતી શ્રમ મંત્રાલય દ્વારા આ બાબતે તમામ હિતધારકો સાથે વિચાર-વિમર્શનું કામ પુરૂ કરી લેવામાં આવ્યું છે તેમજ અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે આ મહિનાનાં અંતે તમામ પ્રક્રિયાઓ પુરી કરી લેવામાં આવશે અને નિયમોને અમલી બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ શકે છે.આમ સરકારને આશા છે કે આ નવા નિયમોથી બિઝનેશ પ્રક્રિયામાં સુધારા થવાની સાથે-સાથે શ્રમિકોની હાલતમાં પણ સુધારો થશે.આમ નવા કાયદામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો અથવા થર્ડ પાર્ટી હેઠળ કામ કરનારા લોકોને પણ મોટી રાહત આપવાનો નિર્ણય કરી લીધો છે.જેનાથી કોન્ટ્રાક્ટ પર કામ કરનારી વ્યક્તિને વેતન કાપીને આપી ન શકાય.

આમ કર્મચારીઓને પીએફ અને ઇએસઆઇ જેવી સુવિધાની વ્યવસ્થા પણ કંપનીઓએ જ સુનિશ્ચિત કરવા સંબંધી નિયમ બનાવવાનાં સંકેત આપ્યા છે.જેમાં સરકારનો ઇરાદો છે કે નવી જોગવાઇઓ દ્વારા હવે કોઇ કંપની એ કહીને પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં કે કોન્ટ્રાક્ટ કે થર્ડ પાર્ટી તરફથી આવેલા કર્મચારીઓને પીએફ અને ઇએસઆઇ જેવી સુવિધા આપી ન શકે.