Error: Server configuration issue
કોરોના કાળમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ દ્વારા આગામી 16 એપ્રિલથી ડીપ્લોમાં સેમ-1ની પરીક્ષા કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ લેવામાં આવનાર છે.જે પરીક્ષાનો કાર્યક્રમ યુનિ દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે.આમ કોરોના વાયરસની મહામારીનું સંક્રમણ વધતા અગાઉ ડીપ્લોમાં સેમ-1ની પરીક્ષાના ત્રણ પેપરો લેવાયા બાદા મુલત્વી રાખવામા આવી હતી.જે બાદ યુનિ. દ્વારા આ પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જે અંગે યુનિના કુલપતિએ જણાવ્યું હતું કે રાજયભરમાં ડીપ્લોમાં સેમ-1ની પરીક્ષા રાજયભરના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓ આપશે.જે વિદ્યાર્થીઓએ પોતપોતાની કોલેજના સેન્ટર પરથી જ પરીક્ષા આપવાની રહેશે.આમ પરીક્ષા દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરાશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved