લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપના દિવસની ઉજવણી ડિજિટલ માધ્યમથી કરવામાં આવી

ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં રાજ્યનું નામ રોશન કરનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ 13 વર્ષ પૂર્ણ કર્યા છે.ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિજિટલ માધ્યમ થકી જીટીયુએ તેના 14મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યસભાના સાંસદસભ્ય રામભાઈ મોકરીયા ડિજિટલ માધ્યમ થકી જોડાયાં હતાં.આમ જીટીયુના કુલસચિવ ડૉ.કે.એન.ખેરે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં સમગ્ર જીટીયુ પરિવારને 14મા સ્થાપનાદિન નિમિત્તે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે ટૂંકાગાળામાં જીટીયુએ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પર મેળવેલી અનેક સિદ્ધિઓનો શ્રેય તમામ વિદ્યાર્થીઓ,ફેકલ્ટીઝ અને સમગ્ર જીટીયુ પરિવારને ફાળે જાય છે.આમ આ પ્રસંગે મુખ્ય અતિથિ અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે જીટીયુ અનેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ મુશ્કેલીને તકમાં ફેરવીને નવીનત્તમ ટેક્નોલોજી વિકસાવી માનવજાત અને સરકારને સહાયરૂપ થયેલી છે.

આમ જીટીયુ કોરોના વોરિયર્સની થીમ પર જીટીયુના 14મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓમાં જીટીયુના વિદ્યાર્થીઓ,ફેકલ્ટીઝ અને સ્ટાફગણ દ્વારા કોરોના મહામારી સામે લડત આપીને ખરાઅર્થમાં કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત રહ્યાં હતાં.ત્યારે જીટીયુ દ્વારા જુદી-જુદી 3 કેટેગરીમાં 113 જેટલા કોરોના વોરિયર્સને સર્ટિફિકેટ્સ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.જેમાં ફ્રન્ટલાઈન વોરિયર્સની કેટેગરીમાં 24,સોશિયલ એન્ડ મેન્ટલ હેલ્થ વોરિયર્સની કેટેગરીમાં 26 અને એકેડમીક વોરિયર્સની કેટેગરીમાં 63 જીટીયુ કોરોના વોરિયર્સને સન્માનીત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ડો.હિતેશ જાની દ્વારા કોરોના ક્યાં સુધી અને એસ.કાર્તિકેયન દ્વારા હેલ્થ એન્ડ વેલ બિઈંગ ઈન ગ્રીન બિલ્ડિંગ એન્ડ બિલ્ટ એન્વાયરમેન્ટ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.