લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8ના વર્ગો પુનઃશરૂ કરાશે,વાલીઓનું સંમતિપત્ર ફરજિયાત રહેશે

રાજ્યમાં આગામી 18મી ફેબ્રુઆરી 2021થી ધોરણ 6 થી 8ના વર્ગખંડોમાં પુનઃશિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.જેમાં કોરોનાની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણકાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી શિક્ષણ સંસ્થાએ સંમતિપત્ર મેળવવાનું રહેશે.

આમ રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6 થી 8ના વર્ગોમાં ભૌતિક શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવશે સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડલાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ 8મી જાન્યુઆરી-2021ના રોજ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આમ રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને પગલે કોરોના સંક્રમણ ઘટ્યું છે,ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતને ધ્યાને રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગખંડો પુનઃ શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય,દરેક વિદ્યાર્થી,શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ અન્ય બાબતોનું પણ પાલન થાય એની તાકીદ કરવામાં આવી છે.