લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતના 4 મોટા મહાનગરોમાં નીટ અને જેઈઈના કોચિંગ સેન્ટર બનશે

નીટ અને જેઈઈ જેવી પરીક્ષાઓ માટે રાજસ્થાનનું કોટા શહેર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.જેના કોચિંગ ક્લાસમાં જવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરતાં હોય છે.તેમજ ભારે ફી પણ ભરતાં હોય છે.તેવામાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટમાં કોચિંગ સેન્ટર બનશે.જેમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.જેના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.વિદ્યાર્થીને નીટ અને જેઈઈની પરીક્ષાના આધારે આઈ.આઈ.એમ,આઈ.આઈ.ટીમા પ્રવેશ મળે છે.જેના માટે રાજ્ય સરકાર યોજના બનાવી રહી છે.