ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ૧ માર્ચથી શરૂ થઇ રહ્યું છે.ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર નાણાંમંત્રી અને ડે.સીએમ નીતિન પટેલ ૩ માર્ચે રજૂ કરશે.આમ કોરોનાના કપરા કાળ દરમિયાન રાજ્યની ઘટી ગયેલી આવક અને લોકોની રાહતની જંગી આશા વચ્ચે કેવું બજેટ હશે તેની ઉપર વેપારી વર્ગ સહિત તમામની નજર છે.ત્યારે બજેટ તૈયાર કરવા સરકારના તમામ ૨૬ વિભાગ સાથે છેલ્લા એક સપ્તાહથી નાણામંત્રી સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને બજેટને આખરી ઓપ આપવામાં આવ્યો છે.હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ કરી અંદાજપત્રને ફાઇનલ કરવામાં આવશે.નીતિન પટેલ આ વખતે ૯મી વખત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરશે.
આમ ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે,રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે માળખાગત સવલતો પૂરી પાડવાના નિર્ધાર સાથે સરકાર આગળ વધી રહી છે.ત્યારે રાજ્યના વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે.બજેટમાં નવા આયોજન માટે મુખ્ય વિભાગો કૃષિ સહકાર અને પશુપાલન,સામાજિક ન્યાય-અધિકારિતા,શિક્ષણ વિભાગ,ઉર્જા,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ઉદ્યોગ અને ખાણ વિભાગ,ગૃહ, મહેસૂલ વિભાગ,બંદરો અને વાહનવ્યવહાર વિભાગ,સામાન્ય વહીવટ વિભાગ,માર્ગ અને મકાન વિભાગ, નર્મદા,જળસંપત્તિ,પાણી પુરવઠા સહિતના તમામ વિભાગોના અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર એકથી બે કલાક સુધી વિગતવાર ચર્ચાઓ કરાઇ છે.આમ વિભાગો સાથે સવારથી મોડી રાત સુધી ચર્ચા-વિચારણા કર્યા બાદ અંદાજપત્રને આખરી ઓપ અપાયો છે.જેમાં રૂટીન ખર્ચથી લઇને અનેક નવી યોજનાઓ તથા આગામી વર્ષના આયોજન માટે વિસ્તૃત ચર્ચાવિચારણા કરાઈ છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved