લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી,માર્ચમાં કમોસમી વરસાદ પડશે

દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં માર્ચના શરૂઆતના દિવસોમાં ગરમીનો પારો ઉંચો રહ્યો હતો.જ્યારે માર્ચના આગામી દિવસોમાં પશ્ચિમની વિક્ષેપની અસર આવતી રહેશે.જેના લીધે દેશના પશ્ચિમોત્તર ભાગોમાં તેની અસર વર્તાશે.જેમાં પંજાબ-હરિયાણા,રાજસ્થાન,દિલ્હીના ભાગોમાં 7 માર્ચથી ભારે હિમવર્ષા,વરસાદ,પવનની ગતિ સાથે કમોસમી વરસાદની શક્યતા છે.જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.આમ રાજ્યના કેટલાક ભાગોમાં 7 અને 8 માર્ચે વાદળો આવી શકે,જ્યારે આગામી 15 માર્ચ સુધીમાં રાજ્યના હવામાનમાં વાદળછાયુ અને માવઠા જેવું હવામાન બનશે.અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ભુજ,ડીસા અને નલિયામાં 14 થી 15 માર્ચ બાદ તાપમાન વધશે.ત્યારે 15 માર્ચ બાદ કેટલાક ભાગમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.આ સિવાય એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે.જેના કારણે ઉત્તરગુજરાત,રાજસ્થાનના કેટલાક ભાગમા ધુળિયું વાતાવરણ રહશે.આગામી મે મહિનામાં તાપમાન 45 ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડબ્રેક ગરમી પડશે.પરંતુ મેં મહિનામાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ વધશે.જેની અસર ચોમાસાના વરસાદ પર પડશે.