લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદમાં સતત બીજા દિવસે 70થી વધુ કેસો નોધાયા,જ્યારે 62 દર્દીઓ સાજા થયા

એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરતું હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે ફરિએકવાર 22 દિવસ બાદ 70થી વધુ કેસો નોઁધાયા છે.આમ અમદાવાદ શહેર અને જિલ્લાના કેસમાં આજે ઉછાળો આવ્યો છે.આમ છેલ્લા 24 કલાકમાં શહેરમાં 74 નવા કેસ સામે 62 દર્દીઓ સાજા થયા છે.જ્યારે કોઈ દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 2,308 યથાવત રહ્યો છે.આમ શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,354 થયો છે.જ્યારે 59,493 જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે.