લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં 20 વર્ષથી જુના 55 લાખથી વધુ વાહનો ભંગાર બની જશે

રાજ્ય વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના 8.26 લાખ ટ્રાન્સપોર્ટ અને 47.49 લાખ નોન ટ્રાન્સપોર્ટ મળીને કુલ 55.76 લાખ વ્હીકલ વર્ષ 2001માં નોંધવામાં આવ્યા હોવાથી આ વાહનોને સ્ક્રેપ કરી દેવામાં આવશે.આમ રાજ્યમાં વર્ષ 2018-19માં 26.80 લાખ ટ્રાન્સપોર્ટ અને 2.25 કરોડ નોન ટ્રાન્સપોર્ટ મળીને કુલ 2.52 કરોડ વાહનો નોંધાયેલા છે.આમ રાજ્યમાં સૌથી વધુ 1.58 કરોડ દ્વિચક્રી વાહનો છે.

જોકે 2019-20માં વાહનોની સંખ્યા 3 કરોડ સુધી પહોંચવા આવી છે.જેમાં પોણા બે કરોડની આસપાસ તો દ્વિચક્રી વાહનો છે.આમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટમાં જૂના વાહનોને સ્ક્રેપ કરવાની જાહેરાત કરી છે તેનાથી પ્રદૂષણને કન્ટ્રોલમાં લઇ શકાશે.આમ સરકાર ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર બનાવશે.આમ ખાનગી માલિકીના વાહનોને 20 વર્ષ પછી આ સેન્ટરમાં જવાનું રહેશે.

જો વાહનમાલિક તેનું જૂનું વાહન વેચવા તૈયાર ન થાય તો સરકાર ફરીથી રજીસ્ટ્રેશન માટે 15,000 રૂપિયા સુધીની ફી લઇ શકે છે.આમ કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ દર 6 મહિને રીન્યુ કરાવવાનું રહેશે અને તેની પણ ફી ભરવી પડશે.