સોમવારથી શરૂ થતા કોલેજના પ્રથમ વર્ષના વર્ગો માટે દરેક યુનિવર્સિટીએ કોલેજોને ગાઈડલાઈન મોકલી આપી છે.જેમાં વધુ વિદ્યાર્થી હશે તો કોલેજો સ્કૂલોની માફક બે શિફ્ટમાં ચલાવી શકશે.આમ વિદ્યાર્થીઓ માટે કોલેજમાં હાજર રહેવું ફરજિયાત રહેશે નહીં સાથે જ કોલેજોમાં પ્રવેશ માટે વાલીઓની મંજૂરી જરૂરી છે.
આમ જે કોલેજમાં હોસ્ટેલ હશે તે તમામ કોલેજોમાં એક રૂમમાં બે વિદ્યાર્થીઓને રાખવાના રહેશે.દરેક વિદ્યાર્થીને આરોગ્ય સેતુ એપ,ફેસ માસ્ક અને સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવા માટેની સૂચના અપાઇ છે.દરેક કોલેજ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેના પર ખાસ દેખરેખ રખાશે.
આમ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી તમામ કોલેજોને પોતાના વિદ્યાર્થીઓને કેવી રીતે બોલાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે કરવું તેનો નિર્ણય કોલેજો પર છોડાયો છે.કારણ કે ઘણી કોલેજોમાં વધુ સંખ્યાને કારણે વિદ્યાર્થીઓને બે કરતા વધુ શિફ્ટમાં બોલાવવાની શક્યતા ઊભી થઈ શકે છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved