લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ભાજપ પક્ષ દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારો શોધવાની કવાયત શરૂ

મહાનગરપાલિકા બાદ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો શોધવા માટે ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠળ મળવાની છે.જેમાં ઉમેદવારોની પસંદગીને આખરી મહોર મારવામાં આવશે.

જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.જેમાં ઉમેદવારોની યાદીને આખરી ઓપ અપાશે એ સિવાય તાલુકા-જિલ્લા પંચાયત,નગરપાલિકાઓના ઉમેદવારો અંગે પણ મંથન થશે, જેમાં 231 તાલુકાપંચાયત,31 જિલ્લાપંચાયત અને 81 નગરપાલિકાના ઉમેદવારો અંગે બેઠકમાં ચર્ચા થશે.